<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

સાવરકુંડલામાં મકરસંક્રાંતિના દિવસે શરાબી યુવાન મોબાઇલના ટાવર ઉપર ચડી ગયો

યુવાન નીચે ઉતરવા તૈયાર ન થતા નાછૂટકે પોલીસના જાંબાઝ કોસ્ટેબલો પણ મોબાઈલના ઉચ્ચા ટાવર ઉપર ચડ્યા અને યુવાનને મહામહેનતે નીચે ઉતાર્યો

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૫ : ગઈકાલે મકરસંક્રાંતિ ના રોજ સાવરકુંડલા ખાતે જેસર રોડ પર આવેલા મફતીયા પરા વિસ્તારમાં સાંજના સુમારે  ચર્ચાસ્પદ બનાવ બની જવા પામ્યો હતો પોલિસસૂત્રો માથી જાણવા વિગત અનુસાર મફતિયાપરા વિસ્તાર મા રહેતા જીગ્નેશ ઉર્ફે મીંદડો અશોકભાઈ ડોડીયા નામનો યુવાન કેફીદ્રવ્ય નો નશો કરી કોઈપણ કારણસર   આજ વિસ્તારમાં આવેલા મોબાઈલના ઉંચા ટાવર ઉપર ચડી ગયો હતો પતંગો ચગાવી રહેલા યુવાનો નું ધ્યાન ટાવર ઉપર ચડી ગયેલા યુવાન ઉપર જતા  સેવાભાવી લોકો તેને નીચે ઉતરવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા અને ટાવર ઉપર ચડેલા યુવાનના કુટુંબીજનો નો સંપર્ક કરી યુવાન સાથે મોબાઈલ થી વાતચીત કરી સમજાવી ને નીચે ઉતારવા ના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા તે દરમિયાન શહેર પોલીસને જાણ થતા તે પણ યુવાનને બચાવવા સ્થળ પર દોડી ગઈ હતી મોબાઇલ થી વાતચીત કરી યુવાન ને નીચે ઉતરવા સમજાવવા છતાં નશાખોર યુવાન નિચે ઉતરવા તૈયાર ન થતા નાછૂટકે શહેર પોલીસના જાંબાઝ કોસ્ટેબલો પણ  મોબાઈલના ઉચ્ચા ટાવર ઉપર ચડ્યા હતા અને   યુવાન ને મહામહેનતે નીચે ઉતાર્યો હતો. બાદમાં પોલીસે ટાવર પર ચડી જનાર યુવાન વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી આમ સાવરકુંડલા શહેર પોલીસે મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસે એક યુવાનનો જીવ બચાવવાનું પુણ્ય નુ કામ કર્યું હતું. મોબાઇલ ટાવર ઉપર યુવાન ચડી ગયાની વાત વાયુવેગે શહેરભર મા પ્રસરી ગઇ હતી અને શહેરીજનો  અચંબા માં પડી ગયા હતાગૃહ કંકાસ ના કારણે યુવાને આવુ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે

(11:35 AM IST)