<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

ધુનડા પુરણધામ આશ્રમના પૂ. મણીમાં બ્રહ્મલીન આજે પૂ. માના પાર્થિવ દેહને દર્શનાર્થે મુકાયોઃ કાલે પાલખી યાત્રા સમાધી

તાજેતરમાં તેમના ૧૦૦ માં જન્‍મોત્‍સવની ભાવભેર ઉજવણી કરવામાં આવેલ અને સતત ૪ કલાક સેવકોને દર્શનનો લાભ આપેલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧પઃ જામજોધપુર નજીક આવેલ ધુનડા પુરણધામ ધુનેશ્‍વરના સદગુરૂ સંતશ્રી પૂ. હરિરામ બાપાના ધર્મપત્‍ની અને મોહનભાઇ, અમુભાઇ તથા જગુરામબાપા, પ્રવિણભાઇ તેમજ જશુબેન, રમાબેન, રંજનબેન અને ભારતીબેનના માતુશ્રી પૂ. મણિમા મકરસંક્રાતીને પોષ વદ એકમ ને તા. ૧૪ જાન્‍યુ. મંગળવારના રોજ દેવલોક પામ્‍યા છે. તેમના પાર્થિવદેહને આજે સવારથી જ ધુનડા પુરણધામ ધુનેશ્‍વર ખાતે દર્શનાથે રાખવામાં આવ્‍યો છે.

તા. ૧૬ ને ગુરૂવાર આવતી કાલે પૂ. મણીમાંની બપોરે ૧ કલાકે પાલખી યાત્રા નિકળશે અને બપોરે ૩ કલાકે પુરણધામ ધુનડા ખાતે સમાધી આપવામાં આવશે.

પૂ. હરીરામબાપા તથા પૂ. મણિમાંના જમાઇ દિલીપભાઇ મહેતાએ જણાવ્‍યું હતુ કે, તાજેતરમાં તા. ર જાન્‍યુઆરી ના રોજ પૂ. મણિમાંનો ૧૦૦ મો જન્‍મદિવસ ધુનડા ખાતે ઉજવવામાં આવેલ જેમાં તેઓ સતત ૪ કલાક સભામાં ઉપસ્‍થિત રહી ભકતોને દર્શનનો લાભ આપેલ અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઉત્‍કર્ષ માટે પણ આર્થીક યોગદાન આપનાર અને શિક્ષણપ્રેમી એવા પૂ. માં ના નામથી રાજકોટમાં દિકરીઓ માટે મણિમાં છાત્રાલય ચાલી રહયું છે જયાં આજે પણ ૧૬૦ થી વધુ વિદ્યાર્થીનોએ અભ્‍યાસ કરી પોતાના ભાવી નું ઘડતર કરી રહી છે અગાઉ પણ ઘણી દિકરીઓ આ સંસ્‍થામાં અભ્‍યાસ કરી વિવિધ ક્ષેત્રમાં સેવાઓ આપી રહી છે.

(11:42 AM IST)