તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
વાંકાનેરના મહિકામાં ટુ-વ્હીલર ચાલકની ડોક કપાઈ!!! ઇમર્જન્સી ૧૦૮ પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો
પારસીગભાઈ મનજીભાઈ સજનપરથી ચોટીલા જતી વખતે ઇજાગ્રસ્ત થયોઃ વધુ સારવાર અર્થે મોરબી ખસેડાયો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૫: વાંકાનેરના મહિકા ગામ ખાતે કપાયેલા દોરાથી બચવા મોટરસાયકલ ચાલક ફગોડાઈ જતા આગળ આઇસરમાં ટકરાયો અને વધુ ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે ઘટનાની સાથે ઇમર્જન્સી ૧૦૮ ગણતરીની કલાકોમાં એટલે કે કોલ મળ્યાની સાથે ૧૦ થી ૧૨ મિનિટના સમયગાળામાં પહોંચી ઇજાગ્રસ્ત યુવાનને તત્કાલ સારવાર આપી હતી.
આ અકસ્માતની ઘટનાની ઘટના સ્થળે મળેલી વિગત એવી છે કે સજનપરથી ચોટીલા તરફ પારસીગભાઈ મનજીભાઈ નામના વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા એ વખતે પતંગનો દોરો વીટાવાથી ઇજાગ્રસ્ત થતા આગળ જઈ રહેલા વાહનની ઠોકરે બાઈક ચડી જતા ઈજા થયેલ હોય જેની પ્રાથમિક સારવાર ૧૦૮ ઈમરજન્સી આપી હતી અને વધુ સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યાની વાંકાનેરના મહીકા હાઈવે રોડ પર આવેલા બસ સ્ટેશન પાસે સ્થાનિક લોકોમાંથી જાણવા મળ્યું હતું જે ઈજાગ્રસ્ત યુવાન અને અકસ્માતમાં ટકરાયેલું મોટરસાયકલ અને આઇસર તસવીર ઘટનાસ્થળે ૧૦૮ પહોંચી હોય તે પણ તસ્વીરમાં નજરે પડે છે.(
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
