તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
ભાવનગરમાં પરંપરાગત લોહરી પર્વની ઉજવણી

ભાવનગર : સિન્ધુ સેના દ્વારા પરંપરાગત લોહરી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઘોઘા સર્કલ ટી.વી. કેન્દ્ર પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સેજલબેન રાજીવભાઈપંડ્યા,પ્રિયંકાબેન કમલેશભાઈ ચંદાણી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. લોહરીની પરંપરા મુજબ, ચોકમાં લાકડાની હારમાળા ગોઠવી તેને પ્રજ્વલિત કરવામાં આવી અને વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી. આ પ્રસંગે દેશના ખેડૂતોને સારા પાકની પ્રાપ્તિ અને સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકોને શક્તિ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરવામાં આવી. મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવાતો લોહરી તહેવાર સિંધી અને શીખ સમાજમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવાર ખાસ કરીને નવ પરિણીત યુગલો અને નવજાત શિશુઓ માટે શુભ માનવામાં આવે છે. સિન્ધુ સેના ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં સિંધી સમાજ દ્વારા પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
