<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

અમરેલીના લુણીધારથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ બિસ્માર : ખેડૂતો પરેશાન

ચાર માસ પૂર્વે મોટા આંકડિયા થીલુણીધાર ગામ સુધી માર્ગની મરામત કરાઈ હતી : ગામથી રેલવે સ્ટેશન સુધી માર્ગ ઉપર ફૂટ ફૂટ ના ખાડા

(અરવિંદ નિમૅળ દ્વારા) અમરેલી તા.૧૫ :  અમરેલી પંથકના લુણીધાર થી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ દાયકા થી ન બનતા માર્ગ ઉપર ફૂટ ફૂટ ના ખાડા પડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે 

 અમરેલી પંથકના લુણીધાર થી રેલવે સ્ટેશન સુધીનો ચારેક કિલોમીટરનો માર્ગ છેલ્લા એક દાયકાથી બન્યો નથી આ માર્ગ પરથી લુણીધાર સહિત આજુબાજુના 20 જેટલા ગામના હજારો ખેડૂતો ગોંડલ યાડમાં પોતાની જણસ લઈ ઊંચા ભાવે વેચવા માટે જતા હોય છે પરંતુ આ માર્ગ ઉપર છેલ્લા એક દાયકાથી ધોવાણ અને એક એક ફૂટના ઊંડા ખાડા પડી જતા માર્ગ ઉપરથી પગપાળા  ચાલવું પણ મુશ્કેલ સર્જાયું છે  ચાર માસ પૂર્વે મોટા આંકડિયા થી લુણીધાર રેલ્વે સ્ટેશન સુધીનો માર્ગ બનાવવા ઊઠેલી માંગ બાદ ગામ સુધીનો માર્ગ માત્ર મરામત કરી અધૂરું કામ છોડી દેતા હજારો ખેડૂતોમાં રોશની લાગણી ફેલાઈ ગઈ છે આ માર્ગ ઉપર દિવસ દરમિયાન હજારો લોકો પહેલા અવર-જવર કરતા હતા તંત્રની લાપરવાહીથી માર્ગ છેલ્લા એક દાયકાથી ન બનતા અહીંથી કોઈ પસાર થતું નથી પરિણામે 24 કલાક વાહનોથી ધમધમતા આ વિસ્તાર ભેકારજેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે હજારો ખેડૂતો ખખડધજ રોડ ના કારણે પોતાની જણસ ગોંડલ યાર્ડમાં વેચવા જતા નથી મોટી નુકસાની વેઠી રહ્યા છે હું ભૂલથી આ રોડ ઉપરથી દ્વિતી ચક્રીય વાહન ધારક પસાર થાય તો રીંગ વળી ગયા હોવાની અને ઘટનાઓ બની ચૂકી છે જો આ માર્ગ બની જાય તો સરકારે કરોડના ખર્ચે લુણીધાર રેલ્વે સ્ટેશનનો વિકાસ કર્યો છે પરંતુ સારો રોડ ન હોવાના કારણે કોઈ રેલવે સ્ટેશનને જતું નથી જો આ માર્ગ બની જાય તો ખેડૂતો સહિત રાજકોટ અને ગોંડલ તરફ વાહન વ્યવહાર ઝડપી એવી લોક માંગ ઉઠવા પામી છે

(1:08 PM IST)