તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
જામનગરનાં હાપાના સ્થિત પૂ.જલારામ મંદિરે મકરસંક્રાંતિની ઉજવણીમાં ગૌચારા અન્નકૂટનું આયોજન
ગાયમાતાનું પૂજન અને કામધેનુ રંગોળી સ્પર્ધાનું આયોજનઃ જલારામ બાપા ચરિત્ર સત્સંગ અને ૧૧૧ પ્રકારના રોટલા નો અન્નકૂટ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૫: જામનગર ના હાપા સ્થિત શ્રી જલારામ મંદિરે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, તેમજ શ્રી મંગલા વિઠ્ઠલેશ્વર ગૌશાળા દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, અને ત્રિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં. મંદિર પરિસરમાં ગૌચારા અન્નકૂટ, શ્રી જલારામબાપા ચરિત્ર સત્સંગ, તેમજ ૧૧૧ પ્રકારના રોટલા નો અન્નકોટ સહિતના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ આરતી કરવામાં આવી હતી. અને મહિલાઓ દ્વારા ગૌમાતાની પ્રતિકળતિ વાળી વિશાળ અને આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં વિવિધ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરીને સુંદર સ્વસ્તિક બનાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જલારામ સેવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મકરસંક્રાંતિના પર્વને ધાર્મિક અને સામાજિક રીતે ઉજવવામાં આવ્યો હતો. ગૌમાતાનું પૂજન કરીને સૌએ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભાવિકો દ્વારા ગૌ માતાને આરોગ્ય વિષયક વિવિધ અનેક વાનગીઓ અન્નકોટના દર્શનાર્થે મૂકવામાં આવી હતી, અને ત્યારબાદ ગૌમાતા ને ખવડાવવામાં આવી હતી. અને ગૌ માતાની આરતી પણ કરવામાં આવી હતી. જેમાં અનેક ગૌભક્તો જોડાયા હતા. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં સંવાદિતા અને ધર્મ પ્રેમીઓમાં ભાઈચારો વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ ઉપરાંત પૂજ્ય જલારામ બાપાને ૧૧૧ પ્રકારના રોટલા નો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા અનેક જલારામ ભક્તો દ્વારા પોતાના ઘેર વિવિધ પ્રકારના રોટલા તૈયાર કરીને પૂજ્ય જલારામબાપા સમક્ષ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યા હતા. જે અન્નકૂટના દર્શનાર્થે પણ અનેક જલારામ ભક્તો જોડાયા હતા. ત્યારબાદ રોટલાની પ્રસાદી જલારામ ભક્તોને પીરસવામાં આવી હતી.
આઉપરાંત મંદિર પરિસરમાં સૌપ્રથમ વખત જલારામબાપા ચરિત્ર સત્સંગ યોજાયો હતો, જેમાં પૂજ્ય શાષાીજી રમણીક લાલ દવે લંડન વાળાએ જલારામ ભક્તોને ભાવવિભોર બનાવી દીધા હતા. સમગ્ર ત્રિવિત કાર્યક્રમ મહોત્સવ ની ઉજવણી માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સેવા સમિતિના તમામ સભ્યોએ જહેમત લીધી હતી.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
