તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
પોરબંદરમાં ગૌશાળાની મુલાકાત લેતા રાજયપાલશ્રી

પોરબંદરઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોરબંદર જિલ્લાની મુલાકાત દરમિયાન આજે પોરબંદરમાં જયશ્રી ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ જયશ્રી ફાર્મ ખાતે મણિયારા રાસ નિહાળ્યો હતો અને ગૌશાળાની મુલાકાત લીધી હતી. શ્રી કિશોરભાઈ ઓડેદરાએ ગીર ગાયની ઉત્તમ નસલો, ખૂટની વિશેષતાઓ, ગાયોની માવજત સહિતની ગૌશાળાની વ્યવસ્થાઓની જાણકારી આપી હતી. રાજ્યપાલશ્રીએ ગીર ગાયનાં સંવર્ધન અને પાલન બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. ગૌશાળામાં રાજયપાલશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
