News of Wednesday, 15th January 2025
શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર :જાણો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ
યાર્ડમાં જામફળનો ભાવ 600થી 1400, દાડમ 400થી 1600, સફરજન 2000થી 3600, ટેટી 300થી 600, બોર 400થી 1600 સુધીનો ભાવ બોલાયો : જાણો અન્ય ફળના ભાવ

ગોંડલ : વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.
આજે ગોંડલ માર્કેટિંગયાર્ડમાં જામફળનો ભાવ 600થી 1400, દાડમ 400થી 1600, સફરજન 2000થી 3600, ટેટી 300થી 600, બોર 400થી 1600, સ્ટ્રોબેરી 1800થી 2200, કમલમ 1500થી 2000 અને લિચી 4800થી 5200 જોવા મળ્યો છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
