<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

જસદણના મોટા દડવા ગામે પતંગ દોરા મુદ્દે ઘરમા ઘૂસીને એક જ પરિવારના 7 લોકો પર હુમલો: 3 લોકોને ગંભીર ઇજા

આટકોટ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી

રાજકોટના જસદણના મોટા દડવા જસાપર રોડ ઉપર એક જ પરિવારના 7 લોકો પર હુમલો કરાયો હતો, 10 થી વધારે લોકોએ ઘરમાં ઘુસીને એક જ પરિવારના 7 લોકોને ઢોર માર માર્યો હતો આ  મારામારીથી 3 લોકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી

. પતંગની દોરી બાબતે બોલા ચાલી થતા મારામારી થઈ હોવાની વાત સામે આવી છે. મારામારીમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આટકોટ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

(10:07 PM IST)