<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

ધોરાજીમાં વણકર વાસમાં રહેતા યુવાને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વણકર વાસમાં રહેતા ગજેન્દ્ર ભાસ્કર નામના યુવકે અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ધોરાજીમાંથી પણ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ધોરાજીમાં વણકર વાસમાં રહેતા યુવાને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 

વણકર વાસમાં રહેતા ગજેન્દ્ર ભાસ્કર નામના યુવકે અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતકના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યો હતો. ધોરાજી પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(11:22 PM IST)