તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
બગસરામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર
ડાંગયાપીરની દરગાહ તરફ જવાના રસ્તા પરના મકાનમાં સજોડે ગળેફાંસો ખાઈ લીધો

અમરેલી જિલ્લાના બગસરામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળેફાંસો ખાઈ દુનિયાને અલવિદા કહ્યું છે. ડાંગયાપીરની દરગાહ તરફ જવાના રસ્તા પરના મકાનમાં સજોડે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે
યુગલના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આપઘાતને બે દિવસ આસપાસનો સમય થતા કોહવાયેલ હાલતમાં બન્નેના મૃતદેહ મળી આવ્યા છે. આપઘાતમાં 21 વર્ષીય યુવતી નિરલ વાઘેલા અને 25 વર્ષીય યુવક કિસન ચારોળિયા મૃત્યુ પામ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
