તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
સફેદ રણ જતા અમદાવાદના પરિવારની કાર પલ્ટી જતા માસૂમ બાળકીનું મોત
ઓવરસ્પીડના કારણે વેકરિયા રણના રસ્તે ખાડો આવતા સર્જાઈ કરૂણાંતિકા, ટોલ ચૂકવ્યા બાદ રસ્તાના ખાડાઓ, જર્જરિત રસ્તો રિપેર કરાતો નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : પ્રવાસન સ્થળોએ પોતાના ખાનગી વાહનો સાથે જતા વાહનચાલક પરિવારે વાહન ચલાવવામાં સાવધાની રાખવી જોઈએ. તેનું કારણ સ્થાનિક રસ્તાઓથી પ્રવાસી પરિવાર અજાણ હોય છે અને આપણા રસ્તાઓ ઉપરના ખાડા અચાનક મોટા બમ્પ, રસ્તા ઉપર આવી જતા પશુઓ અને જર્જરિત રસ્તાઓ ગમે ત્યારે અકસ્માતનું નિમિત્ત બની શકે છે. સફેદ રણ નિહાળવા ધોરડો જઈ રહેલ અમદાવાદના મહેન્દ્ર મનસુખભાઈ કોડવલાની કાર ભુજ ધોરડો વચ્ચેના રસ્તે વેકરિયા રણ (લોરિયા) પાસે રસ્તા ઉપરના ખાડાના કારણે પલ્ટી ખાઈ જતા ૮ વર્ષીય માસૂમ બાળકી ઉર્વી નું માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું જ્યારે ૫ વર્ષના પુત્ર અને પત્નીને ઈજાઓ થઈ હતી. ઓવરસ્પીડના કારણે રસ્તા ઉપર થી કાર પલ્ટી ખાઈ રોડ નીચે બાવળની ઝાડીમાં ઉતરી ગઈ હતી. અકસ્માતનો આ બનાવ સીસી ટીવીમાં કેદ થયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
