તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ગોંડલમાં મકરસંક્રાંતિ એ કોળી સમાજનાં ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

ગોંડલઃ મકરસંક્રાંતિ નાં પાવન પર્વ નિમિત્તે કોળી સમાજ નાં ઈષ્ટદેવ શ્રી માંધાતા દેવની જન્મ જયંતી નિમિતે સમસ્ત કોળી સમાજ ગોંડલ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું. શોભાયાત્રા યાત્રાᅠ માંધાતા પાર્ટી પ્લોટથી નિકળી શહેર નાં રાજ માર્ગે પર ફરી હતી, આ શોભાયાત્રા નું ઠેર ઠેર સર્વે સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સર્વ સમાજ દ્વારા વિવિધ સ્ટોલ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, શોભાયાત્રા નાં માધ્યમ થી સમાજ ને સંગઠીત કરવા તેમજ સમાજ ની એકતા માં વધારો વધારવા આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, શોભાયાત્રા પૂર્ણ થયે વિશાળ સભા તેમજ ૧૨ હજાર થી વધુ જ્ઞાતી બંધુઓ માટે જ્ઞાતી ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા માં સંતો મહંતો, કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયા, માંધાતા ગ્રુપ ગુજરાતનાં સ્થાપક ભુપતભાઇ ડાભી, પ્રવક્તા વિનોદભાઈ નાગાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રમાબેન મકવાણા, મહામંત્રી રેખાબેન સગારકા, સુરેશભાઈ ધરજીયા, અજયભાઈ ડાભી તથા ગોંડલ તાલુકાના તમામ ગામોમાં થી કોળી સમાજ નાં ભાઈઓ બહેનો જોડાયા હતાં તેમજ માંધાતા ઉત્સવ સમિતિ નાં પ્રમુખ હિરેનભાઇ ડાભી તથા મહામંત્રી મહેશભાઈ કોલી ની યાદી જણાવેલ હતી. (તસ્વીરઃ જયસ્વાલ ન્યુઝ, ગોંડલ)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
