તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
નવયુગ શૈક્ષિણક સંકુલ મોરબી ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૬: મોરબીના શિક્ષણવિદ અને KG To PG ના વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પ્રચંડ લોકપ્રિયતા, લાગણી અને પ્રેમ ધરાવતા પી. ડી. કાંજીયા સાહેબ કે જેમની કરિયરની શરૂઆત કરી ત્યારે ૧૯૯૨ થી ૧૯૯૫ ત્રણ વર્ષ સુધી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ગળહપતિ તરીકે સેવા આપી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાથે એ વખતના વિદ્યાર્થીઓ આજે ૩૨ વર્ષે પણ એની સાથે લાગણીથી જોડાયેલ છે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમની લાગણી અને મળવાની ઘેલછા અને એમની સાથે સાથે એમને ભણાવતા મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી માધ્યમિક વિદ્યાલય ના શિક્ષકો ને પણ આમંત્રિત કર્યા હતા. આજે ૩૨ વર્ષે પણ સ્વાર્થ વિના દૂર દૂરથી વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાય અને રજાના દિવસ રવિવારે હોશભેર જોડાયા હતા.
અંદાજે ૩૦૦થી વધારે વિદ્યાર્થીઓ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મળ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગુરુજનો અને પી. ડી.કાંજિયાનું ભૂતપૂર્વ સૌ વિદ્યાર્થીઓએ સાલ ઓઢાડી પોતાની કળતજ્ઞતા વ્યકત કરેલ. ઉપસ્થિત સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય અને જૂની યાદો વાગોડીને ભરપેટ હસ્યા અને ડિજિટલ આલ્બમ અને ડિજિટલ ડિરેક્ટરી બનાવી એક એક વ્યક્તિએ ઉભા થઈને પોતાના સ્મરણો વાગોડી અને પેટ ભરીને હસાવ્યા અને બધાએ એમ કીધું આ જ ૩૨ વર્ષે આટલું અમારી લાઇફમાં પહેલીવાર હસ્યા કોઈના દીકરા પરણવાની ઉંમરલાયક થઈ ગયા હોય આટલી ઉંમરે પહોંચ્યા પછી બાળપણ યાદ કરી અને જૂની યાદો તાજી કરી.
ઉપસ્થિત તમામ ગુરુજનો અને કાંજીયા કાર્યક્રમ અંતર્ગત પોતાના અનુભવો અને આશિર્વચનો પાઠવ્યા બધાએ ખૂબ આનંદ કર્યો. નાચ્યાં,કુદીયા ગ્રુપ ફોટો કર્યા સાથે જમ્યા અને જમ્યા પછી પણ મોડી રાત સુધી વાતો કરી બેસી રહ્યા એકબીજાને છોડવાની ઈચ્છા ન થતી હોય એવું વાતાવરણ હતું અને પાટીદાર સમાજના સ્વ.લક્ષ્મણબવાપા,સ્વ. જયરાજબાપા, સ્વ.કાંજીબાપા સ્વ. ડો.આંબાલાલબાપા, સ્વ. ઓ. આર.પટેલ, સ્વ. જીવરાજબાપા વિરપરિયા અને સ્વર્ગસ્થ શિક્ષક સદાતીયાને શ્રદ્ધા સુમન અર્પી અને એની યાદો તાજી કરી હતી.
આ કાર્યક્રમમાં તે વખતના વિદ્યાર્થીઓના ગળહપતિ પ્રાણજીવનભાઈ ઉર્ફ પી. ડી. કાંજીયા અને શિક્ષકોમાં સાણંદિયા , અંદરપા, હળવદિયા, રાંકજા પણ ઉપસ્થિત રહેલા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક.પા.વી.ભુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષક હર્ષદભાઈ મારવણીયાએ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનવવા અશોક સદાતિયાં, પ્રફુલ ચંદ્રાલા, દેવેન્દ્ર ભોજાણી, રાજેશ ફુલતારીયા અને રોહિત અગોલાએ જહેમત ઉઠાવી હતી
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
