News of Friday, 17th January 2025
કચ્છના અંજારમાં વૃદ્ધ માતા અને યુવાન પુત્રની ઘરમાંથી લાશ મળતાં ચકચાર
દુર્ગંધ આવતાં પડોશીઓએ દરવાજો તોડયો અને બંનેના મળતદેહ જોવા મળ્યાઃ વિપ્રમાતા પુત્રના મોતના બનાવે અંજાર શહેરમાં અરેરાટી સર્જીઃ મોતના કારણ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૭: કચ્છના અંજારમાં ગુરુકુળ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા મુક્તાબેન દિલીપ જોષી અને તેમના ૩૦ વર્ષીય યુવાન પુત્ર ભાવેશ દિલીપ જોષી ની ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પાડોશીઓએ ઘરમાંથી દુર્ગંધ આવતાં દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા ત્યારે અંદર માતા પુત્રના મળતદેહ જોઈ ડઘાઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાયા બાદ પોલીસે લાશનું પીએમ કરી વિસેરા તપાસ માટે મોકલ્યા છે.
અંજાર નગરપાલિકામાં પંપ ઓપરેટર અને રાત્રે હોમગાર્ડ તરીકે કામ કરનાર મળતક ભાવેશ તેની પથારીવશ વૃદ્ધ બિમાર માતાની સેવા કરતો હતો. પ્રાથમિક તારણ અને ચર્ચા મુજબ વૃદ્ધ માતા મુક્તાબેનનું બીમારીથી મોત નીપજતાં પુત્ર ભાવેશે ઝેરી દવા પી લીધી હશે.
જોકે, આ માત્ર ચર્ચાતી વાતો છે સાચું કારણ તો પોલીસ દ્વારા લાશના પીએમ અને વિસેરા રિપોર્ટની હાથ ધરાયેલ તપાસ બાદ જ જાણી શકાશે. વિપ્રમાતા પુત્રના મોતના બનાવે અંજાર શહેરમાં અરેરાટી સર્જી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
