<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ફરી ઝડપાઈ દાણચોરીની સોપારી: જામનગર ડીઆરઆઈએ મુન્દ્રાથી નીકળી ગયેલ ૩૫ ટન સોપારી દિલ્હી તુગલખાબાદથી ઝડપી

રબર ઓઇલ બતાવીને મુન્દ્રા બંદરે આયાત કરાયેલ આ જથ્થો ટ્રેન દ્વારા કન્ટેનરમાં મોકલવામાં આવનાર હતો :ગદ્દાર દાણચોરો ઉપર સકંજો કસવા બેંક એકાઉન્ટ સહિત મિલકતો સીઝ કરવી જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :  દેશ સાથે ગદ્દારી કરી દાણચોરી દ્વારા આપણા દેશને આર્થિક નુકસાન પહોંચાડતા દેશદ્રોહી તત્વો કાયદાથી ડરતા નથી એમની ઉપર સકંજો કસવા મિલ્કતો અને બેંક ખાતા સીલ કરવા જોઈએ. કચ્છના બંદરોએ થી થતી દાણચોરીઓના કિસ્સાઓ વચ્ચે ફરી એક વાર ૨ કરોડની કિંમતની ૩૫ ટન સોપારી ઝડપાઈ છે. રબર ઓઇલ બતાવીને મુન્દ્રા બંદરે આયાત કરાયેલ આ જથ્થો ટ્રેન દ્વારા કન્ટેનર માં દિલ્હી ના તુગલખાબાદ કન્ટેનર વેરહાઉસમાં પહોંચી ગયો હતો. જોકે, મુન્દ્રા, ગાંધીધામ અને અમદાવાદ ને બદલે જામનગર ડીઆરઆઈ એ આ જથ્થો ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ ચાલુ છે.

(9:35 AM IST)