News of Friday, 17th January 2025
ટ્રકને અકસ્માત નડતાં વકિલની ફીના પૈસા શેઠે ન દેતાં જીજ્ઞેશે ઝેર પીધું
અમરેલીના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ તા.૧૭: અમરેલીના ફતેપુરમાં રહેતાં જીજ્ઞેશ મુકેશભાઇ ડાબસરા (ઉ.વ.૨૮) નામના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જીજ્ઞેશને એક બહેન છે અને બંને ભાઇ-બહેન જુડવા છે. જીજ્ઞેશે જણાવ્યું હતું કે પોતે અમરેલીના જગદીશભાઇનો ટ્રક હંકારી ગુજરાન ચલાવે છે. આ ટ્રકને અકસ્માત નડયો હોઇ કોર્ટ કાર્યવાહી થઇ હતી. આ અંગે વકીલને ફી ચુકવવાની હતી. જેના પંદર હજાર રૂપિયા શેઠે આપવાની ના પાડી દેતાં પોતાની પાસે આટલી રકમ ન હોઇ ટેન્શનમાં આવી જતાં આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ અમરેલી તાલુકા પોલીસને જાણ કરતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
