<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

મોરબી જીલ્લા પોલીસના વાર્ષિક ઇન્‍સ્‍પેકશનમાં રેંજ આઈજી દ્વારા પરેડનું નિરીક્ષણ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૭ : મોરબીના સ્‍ટેશન રોડ પર સદાવત ચલાવતા બચુબાપાની જગ્‍યા મહાપાલિકાએ ખાલી કરાવ્‍યા બાદ ધારાસભ્‍ય કાંતિલાલે તેમની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નવી જગ્‍યા ઝુલાવવાની બચુબાપાને ખાત્રી પણ આપી હતી.

મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન શહેરના સ્‍ટેશન રોડ પર દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જ્‍યાં વર્ષોથી સદાવત ચલાવતા સેવાભાવી બચુબાપાની જગ્‍યા પણ ખાલી કરાવવામાં આવી હતી. બાદમાં સાંજે ધારાસભ્‍ય કાંતિલાલે જઈને રૂબરૂ બચુબાપા સાથે મુલાકાત કરી હતી, બચુબાપાના સેવા કાર્યો બિરદાવ્‍યા હતા સાથો સાથ બચુબાપાને બીજી નવી જગ્‍યા ફાળાવવા ખાત્રી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અનેક લોકોના જઠરાગની ઠારવાનું સેવાકાર્ય કરતા બચુબાપા સોસીયલ મીડિયાના માધ્‍યમથી દેશભરમાં પ્રસિદ્ધ થયા હતા. તેઓ છેલ્લા ૪૧ વર્ષથી ભૂખ્‍યાઓને ટોકન દરે ભોજન કરાવી રહ્યા છે. ૭૩ વર્ષની વયે પણ બચુબાપા સ્‍ટેશન રોડ પર કેબીન જેવી જગ્‍યામાં જ રહેતા અને ત્‍યાં જ જાતે પોતાના હાથે રસોઈ બનાવી લોકોને જમાડતા હતા.

(11:53 AM IST)