તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
ઍસ.જી.વી.પી.ઍ જ્ઞાનવારસાને ગુરૂકુલ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છેઃ ભુપેન્દ્રભાઈ પટેલ
ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્તઃ રૂ.૨૦ કરોડના ખર્ચે ૫૦૦ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશેઃ જ્ઞાનથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે:વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેયઃ ભૂપેન્દ્રભાઈ પટેલઃ ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ ખાતે મુખ્યમંત્રીઍ ઍસ.જી.વી.પી.ના સંત શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યુઃ સંતો-મહંતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

ગીર સોમનાથ તા.૧૭ :.. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસ.જી.વી.પી.ના સંત શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું આજે સાંજે ખાતમુહૂર્ત કર્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કળતિ, સંસ્કાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસ.જી.વી.પી., ગુરુકુળ ખાતે ગુરુકૂળની વિદ્યાર્થીનીઓની બેન્ડની સૂરાવલીઓ વચ્ચે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંસ્કારયુક્ત શિક્ષણના પાયા સમાન નૂતન કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત અવસરે જણાવ્યું હતું કે, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન વ્યવહારના તમામપ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે.
આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં ૫૧ ગામના ૧૦ હજાર દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે, તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, અત્યારે સમાજમાં ભણતર સાથે ચારિત્ર્ય ઘડતરની પણ એક પ્રકારની ચિંતા હોય છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોએ ગુરુકુળની વ્યવસ્થા દ્વારા એક એવી અદભુત વિરાસતનું નિર્માણ કર્યું છે કે, ગુરુકુળમાં આવનાર દીકરીનું ભણતર તો સારું થશે જ, પરંતુ ઉત્તમ ચરિત્રનું નિર્માણ થશે તે બાબતે વાલીઓ પણ નિヘતિ બની જાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા માધ્યમો દ્વારા સમાજમાં દીકરીઓના ભણતરનું પ્રમાણ વધે તે માટે પ્રયાસ કર્યો હતો. તેમાં આ એક નવો આયામ ઉમેરાયો છે.
સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી' ના ધ્યેય મંત્રને પણ સાકાર થતો જોઈ શકાય છે તેમ જણાવી તેમણે દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ શ્નનમો સરસ્વતીઙ્ખ અને શ્નનમો લક્ષ્મીઙ્ખ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેનો પણ મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દ્રોણેશ્વર ખાતે એસ.જી.વી.પીના પ્રાર્થના ભવનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન કર્યા હતાં. તેમજ ગુરુકુળની દીકરીઓએ ઉત્સાહસભર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગળપ ફોટો પડાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રૂ.૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માળની આ અદ્યતન નૂતન કન્યા છાત્રાલયમાં ૫૦૦ વિદ્યાર્થીનીઓ રહી શકે એવાં અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ રમણીય કેમ્પસમાં દિકરીઓ માટે નિઃશુલ્ક સર્વશ્રેષ્ઠ અભ્યાસ સાથે સંસ્કારમય વાતાવરણ પ્રાપ્ત થવાનું છે.
એસ.જી.વી.પી. ગુરુકુલના અધ્યક્ષ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દિર્ઘદ્રષ્ટિના ફળ સ્વરૂપે ઉત્તમ સંકુલ નિર્માણ થશે. આ પરિસરમાં ઙ્કાર્થના હોલ, કિચન, એડમિન ઓફિસ, વિદ્યાર્થીનીઓના રૂમ, ડાઈનિંગ હોલ, ગેસ્ટ ડાઈનિંગ, રેક્ટર ઓફિસ, વાંચનાલય, મેડિકલ રૂમ, રેક્ટર રૂમ સહિત હોમ સાયન્સ, ભરત કલા, નળત્ય એકેડમી, આઈ.ટી.ગ્રાફિક્સ, બ્યૂટી પાર્લર, નળત્ય એકેડમી, જ્વેલરી ડિઝાઈન અને મ્યૂઝિક એકેડમી સહિતના વિવિધ કલાકેન્દ્રોના માધ્યમથી વિદ્યાર્થીનીઓની આંતરિક શક્તિઓને ખીલવા માટે મોકળું મેદાન મળશે. નૂતન કન્યા છાત્રાલયમાં સમગ્રતયાં અભ્યાસની સાથે સાથે ટેબલ ટેનિસ, લોન ટેનિસ, બેડમિન્ટન જેવી ઈત્તર પ્રવળત્તિઓ થકી પ્રકળતિની નજીક રહી અને નિર્મળ વાતાવરણમાં વિદ્યાર્થીઓના માનસને હકારાત્મક ઉર્જા થકી ઉત્તમ અભ્યાસની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી તોહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, પુરાણી બાલકળષ્ણદાસજી સ્વામી, હરિકળષ્ણદાસજી સ્વામી, ભક્તવત્સલદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી સહિતના સંતો-મહંતો, મહાનુભાવો અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
