<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

માંધાતા દેવ અને સંત વેલનાથબાપુના મંદીરના મેદાનમાં યોજાયેલત્રીજા સમૂહલગ્નમાં ૧૬ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા

વાંકાનેર : તાલુકાના જાલી ગામની સીમમાં થાન રોડ પર નિર્માણાધિન ભગવાન માંધાતાદેવ અને સંત શ્રી વેલનાથબાપુના મંદિરે  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ તેમજ ત્રીજા સમૂહ લગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હોય, જેમાં કોળી સમાજના ૧૬ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્‍યાં હતાં. માંધાતા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ-વાંકાનેરના ઉપક્રમે ૧૬ દિકરીઓના ભવ્‍ય ત્રીજા સમૂહ લગ્નોત્‍સવ  યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્‍યક્ષપદે  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્‍દ્ર સરકારના રાજ્‍ય મંત્રી નિમુબેન બાંભણિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો સહિતના ઉપસ્‍થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્‍યા હતા. આયોજન વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીજ્ઞાસાબેન મેર અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(12:06 PM IST)