News of Friday, 17th January 2025
પોરબંદરના હીરાપન્ના કોમ્પલેક્ષમાં રહેવા માટે પ્રવેશ મંજુર આપવા ફલેટ ધારકોની રજુઆત
ફલેટ ધારકોએ જણાવેલ કે બિલ્ડીંગ જર્જરિત છે પરંતુ બિલ્ડીંગનો પાયો અને કોલમ-બીમ મજબુત છેઃ અગાઉ નગરપાલિકાના એન્જીનીયર સહિતની ટીમે ફલેટની મુલાકાત લઇને બિલ્ડીંગમાં ‘સીલ' મારી દીધુ હતું

પોરબંદર તા.૧૭: હીરપન્ના કોમ્પ્લેક્ષના ફલેટધારકોએ મહાનગરપાલિકા કમિશ્નરશ્રી ને રજુઆત કરીને હીરપન્ના કોમ્પ્લેક્ષના ફલેટમાં પ્રવેશ માટે મંજુર આપવા માંગણી કરી હતી.
નગરપાલિકાએ હીરપન્ના કોમ્પ્લેક્ષમાં ૬ મહિના પહેલા ‘‘સીલ'' મારી દઇ અને આ બિલ્ડીંગ જોખમરૂપ હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ ફલેટધારકોના જણાવ્યા મુજબ હીરાપન્ના કોમ્પ્લેક્ષ જર્જરિત પરંતુ આ બિલ્ડીંગનો પાયો અને કોલમ-બીમ મજબુત હોય ફલેટધારકોને પ્રવેશ માટે મંજુર આપવી જોઇએ.
હીરાપન્ના કોમ્પ્લેક્ષ ફલેટધારકોએ હીરાપન્ના કોમ્પ્લેક્ષના ફલેટ ધારકોને ફલેટમાં રહેવા પ્રવેશ પરવાનગી આપવા બાબત મ્યુનિસીપલ કમિશ્નરને રજુઆતમાં જણાવેલ છે કે, હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં વર્ષોથી વસવાટ કરતા હતા અને આ બિલ્ડીંગ જર્જરીત હોય પરંતુ તે બિલ્ડીંગ મજબુત અને પાયા કોલમラબીમ ખૂબજ સારી હાલતમાં હોય, તેમ છતાં પોરબંદર નગરપાલિકા દ્વારા આખા બિલ્ડીગમાં સીલ આજથી આશરે ૬ માસ પહેલા મારેલ છે. અમો ફરીયાદીઓના અમૂક માલસામાન આ ફલેટમાં રહેલ હતા.
આ ફલેટમાં ચોરી થઈ જતાં અમો ફલેટ ધારકોને ખબર પડતા નગરપાલિકાના એન્જીનીયર સહિતના લોકોએ આ તમામ ફલેટની મુલાકાત લીધી અને પોલીસને પણ બોલાવી સર્ચ કરતાં આ ફલેટમાં ચોરી પણ થયેલ છે. તે સાબીત થાય છે અને આ ફલેટમાં જે તે વખતે નગરપાલિકા એ સીલ મારેલ જેથી તમામ જવાબદારી જોખમદારી નગરપાલિકાની જ ગણાય. તેમ છતાં કોઈ કાર્યવાહી નગરપાલિકા ઉપર પોલીસે કરેલ નથી. આ ફલેટ ધારકોને રહેવા માટે કોઈ વૈકલ્પિક આસરો નથી, અને દુકાનધારકોની રોજીરોટી માત્ર ને માત્ર આ દુકાનો ઉપર નિર્ભર છે. તેમ મ્યુનિ કમિશ્નરને રજુઆતમાં જણાવ્યું છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
