તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
આજે ભુજમાં ધન્વંતરી સ્કૂલના દિવ્યાંગ બાળકોનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ "આવિષ્કાર ૯”
“આવિષ્કાર” નો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો પોતાની આંતરિક સર્જનાત્મક શક્તિ ખીલવી વિવિધ કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : દિવ્યાંગ બાળકોને પ્રશિક્ષણ આપતી ભુજની જાણીતી સ્કૂલ ધન્વંતરી સ્કૂલ દ્વારા આજે ૧૮ જાન્યુ. શનિવારે "આવિષ્કાર ૯” નું આયોજન કરાયું છે. શાળાના આચાર્યા ડિમ્પલબેન શાહની યાદીમાં જણાવ્યા પ્રમાણે શાળાના સ્થાપક ડો. શાંતુબેન પટેલની પુણ્યતિથિએ આ કાર્યક્રમ યોજાય છે. “આવિષ્કાર” નો મુખ્ય હેતુ એ છે કે ,દિવ્યાંગ બાળકો પોતાની આંતરિક સર્જનાત્મક શક્તિ ખીલવી વિવિધ કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધે. મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ભુજ મધ્યે સાંજે ૪/૩૦ વાગ્યે શરૂ થનાર આ કાર્યક્રમમાં શાળાના ૮૫ જેટલા દિવ્યાંગ બાળકો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. દિવંગત ડો. શાંતુબેન પટેલ દ્વારા સ્થાપિત આ શાળામાં અત્યારે ૧૪૦ જેટલા દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
