<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

કચ્છના કબરાઉ મોગલ ધામનો ૩.૩૦ કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાશે

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની રજૂઆતને પગલે રાજ્ય સરકારનો નિર્ણય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ :  કચ્છના ભચાઉમાં આવેલ કબરાઉ ગામનું મોગલ માતાજીનું મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ભચાઉથી ભુજ જતા હાઇવે ઉપર આવેલ મોગલ માતાજીના આ મંદિરે દેશ વિદેશથી દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોનો સતત ધસારો રહે છે. 

        આ સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રત્યાઘાત પડ્યો છે. સરકારે હવે ૩.૩૦ કરોડની માતબર રકમ ફાળવી મોગલ ધામ કબરાઉનો પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે.

            આમ અત્યારે સરકાર દ્વારા કચ્છમાં નારાયણ સરોવર - કોટેશ્વર, આશાપુરા માતાજી મંદિર માતાના મઢ, ગુડથર મતિયા દેવ મંદિર અને હાજીપીર સહિતના સ્થળો પ્રવાસન ધામ તરીકે સરકાર વિકસાવી રહી છે.

(9:32 AM IST)