તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
મારી સાથે પ્રેમ સંબંધ રાખજે નહીં તો... ખાનગી બસમાં અપડાઉન કરતી યુવતીને કંડક્ટરની ધમકી
કચ્છમાં રાયમાં ટ્રાવેલ્સની બસના કંડકટર મજીદ સમા સામે ગુન્હો

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) તા. ૧૮: સરહદી જિલ્લા કચ્છમાં પણ એક તરફી પે્રમ, જાતીય સંબંધો માટે બળજબરી, છેડતી, દુષ્કર્મ જેવા કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કચ્છના માંડવી તા. ના ગઢશીશા ગામના પોલીસ મથકે ૧૮ વર્ષીય યુવતીએ આ અંગે ખાનગી બસના કંડકટર સામે ફરિયાદ નોંધાવી છે. રાયમા ટ્રાવેલ્સની ખાનગી બસમાં અપડાઉન કરતી યુવતીના જણાવ્યા પ્રમાણે તેણીને ખરાબ નજરથી જોનાર કંડકટર મજીદ સમાએ તેને પ્રેમ સંબંધ રાખવા માટે ધમકી આપી હતી. જો પ્રેમ સબંધ નહીં રાખે તો તે આ યુવતીને બદનામ કરી દેશે એવી ધમકી આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
