તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
ધોરાજીના ઉપરકોટમાં દબાણ હટાવ ઓપરેશન : ૨૨ લાખની જમીન ખુલ્લી

રાજકોટ તા.૧૮: રાજકોટ જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલાં દબાણો હટાવીને જમીનો ખુલ્લી કરવાની કાર્યવાહી સતત ચાલી રહી છે. જે અન્વયે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબામાં થયેલાં દબાણો વહીવટી તંત્રની ટીમો દ્વારા તોડી પડાયાં હતાં.
ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખાલા એ ઉમેર્યુ હતું, ઉમરકોટના સર્વે નંબર ૩૯ પૈકી ૧ ની સરકારી જમીનમાં પોલ્ટ્રી ફાર્મ-૨ તથા ઓરડીઓ મળી કુલ ૧૦૦૦ ચો.મી. જમીનમાં બાંધકામ કરી દબાણ થયેલું હતું. જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા અંદાજીત રૂ. ૨૨,૫૦,૦૦૦. થાય છે. દબાણકારોને નોટિસો છતાં દબાણો દૂર નહીં કરાતાં,ધોરાજીના પ્રાંત અધિકારી, મામલતદાર તથા સ્ટાફ દ્વારા પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
