<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ઠંડી ક્રમશઃ ઘટતી જશેઃ સ્‍કાયમેટ

નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના આગમનને કારણે આ રાહત અનુભવાશે

 

મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧૮: ગઇકાલ કરતા આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી છે. આગામી બે-ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ઠંડી ક્રમશઃ ઘટતી જશે. નવા ડબલ્‍યુ-ડીના આગમનને પગલે ઉત્તરના પવનોને બદલે અરબી સમુદ્ર તરફના પવનો વહેતા થયે રાજયમાં ઠંડીમાં લોકો રાહત અનુભવશે. જો કે આ રાહત માત્ર બે-ત્રણ દિવસ પુરતી જ સીમીત રહેશે. તેની પાછળ ફરી નવું ડબલ્‍યુ-ડી આવશે. તે બન્નેના ગેપ વચ્‍ચે ઠંડી ફરી જમાવટ લેશે તેમ સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે

(11:12 AM IST)