<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ગોંડલમાં ચાર પરપ્રાંતીયો ઉપર છરીથી હુમલો કરનાર બે શખ્‍સોની પોલીસે સરભરા કરી

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સો (નીચે બેઠેલ) સાથે એ ડીવીઝન પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૧૮ : ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમાં અજાણ્‍યા બાઇક ચાલકે ચાર યુવાનોને છરી મારી ઇજાગ્રસ્‍ત કરવાની સનસનીખેજ ઘટનામાં પોલીસે  બે શખ્‍સોને જડપી લઇ  આગવી સરભરા કરી  કાયદાનુ ભાન કરાવ્‍યુ હતુ.

 ટ્રાફિકથી ધમધમતા કડીયાલાઈન   વિસ્‍તાર માં સરાજાહેર  બનેલી  ઘટનાની  પ્રાપ્ત વિગત મુજબ કડિયા લાઈનમા એસબીઆઈ બેંકની સામે  ઉમવાળા ચોકડી પાસે રહેતો મજૂર પરિવાર ઠાકુર ડીટયા સીંગડ ઉ.૨૨, કૈલાશ ડીટયા સીંગડ ઉ.૧૬,કમલેશ બહાદુર મીનામા ઉ.૨૫ તથા       સાગર રામસિંગ ભુરીયા ઉ.૧૬    પગપાળા જઇ રહ્યા હતા. તે દરમિયાન  પસાર થઇ રહેલા અજાણ્‍યાં બાઇક ચાલકનું બાઇક અડી જતા મજૂર પરિવારે જોઈને ચલાવવાનું કહેતા બાઇક ચાલકનો પીતો છટકતા ભરબજારે ૪ જેટલા યુવાનોને છરી મારી દીધી હતી.

ઘટના બાદ ચારેય યુવાનોને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.એક યુવાન ને પડખાના ભાગે, બે યુવાનોને હાથમાં અને એકને કપાળના ભાગે છરી લાગી હતી ચારેય યુવાનોને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા જેમાં પડખાના ભાગે ઇજા થનાર સાગર  ભુરીયાને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.

 બનાવને પગલે A ડિવિઝન પોલીસના Pi  આનંદ ડામોર, PSI જાડેજા, સર્વેલન્‍સ સ્‍ટાફ અને LCB બ્રાન્‍ચ ઘટના સ્‍થળે પોહચી હતી. પોલીસે CCTV આધારિત તપાસ કરી શ્રમિક યુવાનો પર હુમલો કરનાર સાંઢીયાપુલ પાસે રહેતા રાહુલ રાજુભાઇ ડોડીયા ઉ.૨૦ તથા વોરાકોટડા રોડ આવાસ ક્‍વાર્ટરમાં રહેતા ઉમંગ રમેશભાઈ ગૌસ્‍વામી ઉ.૨૪ ને જડપી લઇ આગવી સરભરા કરી લુખ્‍ખાગીરીની ખો ભુલાવી દીધી હતી. રાહુલ વાહનચોરી  તથા ઉમંગ  મારામારીમાં અગાઉ  પોલીસ ચોપડે ચડી ચુકયા છે.

(1:49 PM IST)