<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

જસદણના ખાંડા હડમતીયા ગામે ગાંજાનું વાવેતર પકડાયું: રૂરલ ઓસઓજીનો દરોડો

ખેતીકામ કરતા ખોડા રોજાસરાએ આર્થીક ભીંસ દૂર કરવા ગાંજાનું વાવેતર કર્યુતૂઃ ૩૦ ગાંજાના છોડ કબ્‍જે તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ ગાંજાના છોડ સાથે નજરે પડે છે.

 

રાજકોટ તા.૧૮ જસદણમાં ખાંડા હડમતીયા ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડે ગાંજાનું વાવેતર પકડી પાડી એક શખ્‍સની ધરપકડ કરી હતી. ખેતીકામ કરતા શખ્‍સે આર્થીક ભીંસ દૂર કરવા ગાંજાનું વાવેતતર કર્યાની કબુલાત આપી હતી. પોલીસ અધિક્ષક હિમકરસિંહ ે રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં નાર્કોટીક્‍સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્‍યસન થી યુવાધનને અટકાવવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી પો.ઇન્‍સ એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્‍સ શ્રી બી.સી. મિયાત્રા  સ્‍ટાફ સાથે જસદણ પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ. હિતેશભાઈ અગ્રાવત તથા પો.કોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી ે સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,ખોડાભાઇ વાઘજીભાઈ રોજાસરા રહે ખાંડા હડમતીયા ગામ ની ઉગમણી સીમ તા.જસદણ જી.રાજકોટ વાળાએ પોતાની વારસાઇની વાડી(ખેતર) માં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની મળેલ હકિકત આધારે રેઇડ કરતા આરોપીના વારસાઇની વાડી(ખેતર) માંથી માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ ૩૦ ના વાવેતરનો જથ્‍થો ૨ કિલો ૪૧૬ ગ્રામ જેની કિ.રૂ.૨૪,૧૬૦/- સાથે ઝડપી પાડી જસદણ પો.સ્‍ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 ખોડાભાઇ S/O વાઘજીભાઈ રોજાસરા જાતે કોળી ઉ.વ.-૪૦ ધંધો-ખેતી રહે ખાંડા હડમતીયા ગામ ની ઉગમણી સીમમાં તા.જસદણ જી.રાજકોટ

આ કાર્યવાહીમાં રૂરલ ઓસઓજીના   એ.એસ.આઇ. જયવિરસિંહ રાણા, સંજયભાઇ નીરંજની, ઇન્‍દ્રસિંહ જાડેજા, અમીતભાઇ કનેરીયા, અતુલભાઈ ડાભી તથા પો.હેડ.કોન્‍સ. હિતેશભાઇ અગ્રાવત, અરવિદભાઇ દાફડા, પ્રહલાદસિંહ રાઠોડ, શીવરાજભાઈ ખાચર તથા પો.કોન્‍સ વિજયગીરી ગોસ્‍વામી, રઘુભાઈ ઘેડ, ચીરાગભાઇ કોઠીવાર તથા ડ્રા.પો.હેડ.કોન્‍સ. નરશીભાઇ બાવળીયા જોડાયા હતા.

(1:14 PM IST)