તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
જુના પીપળીયા નાગનાથ મહાદેવ મંદિરના મહંત ભાનુપરી ગોસાઈને હાર્ટએટેક આવતા નિધન

આટકોટ, તા. ૧૮: જુના પીપળીયા ભાદર નદી કિનારે બિરાજમાન નાગનાથ મહાદેવ મંદિર નાં પુજારી ભાનુપરી શિવપરીબાપુ ગોસાઈ ઉંમર ૭૭ નું અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમને મુત્યુ નિપજ્યું હતું ભાનુપરી ગોસાઈ બાપુ ધણાં વર્ષોથી નાગનાથ મહાદેવ ની પુંજા અર્ચના કરતાં હતાં મહાદેવ મંદિર આવતાં ભક્તજનો ને પે્રમ ભાવથી આવકાર આપતા તેમજ ચા પાણી તેમજ બપોરના સમયે સાંજના સમયે જમવાનું બનાવી આપતા હતા. પ્રેમ ભાવથી દરેક ભક્તજનો સાથે સારો એવો વ્યવહાર કરતા હતા અચાનક જ તેમના મળત્યુના સમાચાર વાયુવેગે ફેલાઈ જતા ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી શ્રાવણ માસમાં દાદાની પૂજા અર્ચના કરવામાં આવતા દરેક ભક્તજનોને માટે મંદિર હંમેશા ખુલ્લા રહેતા ભક્તો પણ ભાનુ પરી બાપુ સાથે ધર જેવા નાતો રાખતાં હતાં અચાનક હાર્ટ એટેક આવી જતા કૈલાશધામ સિધવ્યા હતા ભક્તો એ બાપુ ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
