<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ધોરાજી ના ઉમરકોટ ગામે ખરાબાનાં દબાણો દૂર રૂ.૩૬,૩૩,૭૫૦/-કિંમત ની જમીનો ખુલ્લી કરાઈ

 

ધોરાજીઃ તા.૧૮:રાજકોટ જિલ્લા કલેકટર  પ્રભવ જોષી ના માર્ગદર્શન હેઠળ ધોરાજી નાયબ કલેકટર એન.એમ. તરખાલા , ધોરાજી મામલતદાર ગોંડલીયા સહિતના અધિકારીઓ ની ટીમે ઉમરકોટ ગામે દબાણો દૂર કરવા ની કામગીરી શરૂ કરાઇ છે

ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૩૯ પૈકી ૧ ની સરકારી જમીનમાં પોલ્‍ટ્રી ફાર્મ - ૨ તથા ઓરડીઓ મળી કુલ ૧૦૦૦ ચો.મી. જમીનમાં બાંધકામ કરી દબાણ કરેલ  હતું જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા અંદાજીત ૨૨,૫૦,૦૦૦/-  થાય છે  તથા સરકારી ખરાબાના સર્વે નંબર ૪૮ પૈકી ની સરકારી જમીનમાં પોર્લ્‍ટ્રી ફાર્મ - ૧ તથા ઓરડીઓ ૬૧૫ ચો.મી.જમીનમાં બાંધકામ કરી  દબાણ કરેલ હતું જેની  અંદાજીત કિંમત રૂ&.૧૩,૮૩,૭૫૦/- થાય છે.આમ કુલ ૧૬૧૫ ચો.મી.જમીન પર દબાણ થયેલ હતું જેની કુલ કિંમત ૩૬,૩૩,૭૫૦ /- થાય છે જે દબાણો દુર કરાયા છે બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં દૂર કરવામાં આવનાર છે.(તસવીરઃ કિશોરભાઈ રાઠોડ)

(11:55 AM IST)