<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

જુનાગઢના પૂર્વ ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચાનું સન્‍માન

જુનાગઢ :આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા નાં દ્રોણ game અતિ પ્રાચીન દ્રોણેશ્વર મહાદેવ નુ મંદિર આવેલ છે ત્‍યાં એસ જી વી પી દ્રોણશ્વર આયોજિત નૂતન કન્‍યા છાત્રાલય શિલાન્‍યાસ સમારોહ પૂજ્‍ય માધવ પ્રિય દાસ જી સ્‍વામી તથા ગૂજરાત રાજ્‍ય નાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર ભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્‍થિતિ માં યોજવામાં આવ્‍યો હતો આ સમારોહ માં પધારેલા જુનાગઢ શહેર નાં  પૂર્વ ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચા નું દ્રોણ તથા ગીરગઢડા ગામે રઘુવંશી સમાજ સહિત  વિવિધ સમાજ નાં આગેવાનો દ્વારા અદકરૂ સન્‍માન કરવામાં આવ્‍યું હતું આ પ્રસંગે ગીરગઢડા લોહાણા મહાજન નાં પ્રમુખ અનીલભાઈ વિઠલાણી ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુકેશભાઈ ગાંધી, ભારતીય જનતા પાર્ટીના યુવા અગ્રણી શ્રી રાકેશભાઈ ઉનડકટ સહીત વિશાળ સંખ્‍યામાં આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા શ્રી ગીરીશભાઈ કોટેચા એ દ્રોનેશ્વર મહાદેવ નાં દર્શન કરી મહા આરતી કરી ભોલેનાથ દાદા નાં આશીર્વાદ મેળવ્‍યા હતા અને ત્‍યાં નાં સ્‍થાનિક આગેવાનો પાસે થી મંદિર નાં અતિ પ્રાચીન ઇતિહાસ વિશે માહીતિ મેળવી હતી.(અહેવાલઃ વિનુ જોશી તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:34 PM IST)