<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

પીપાવાવ પોર્ટની ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીના બંધ ક્વાર્ટરમાં 5,50 લાખની મતાની ચોરી

ઘરમાં ઘુસીને તિજોરી તોડી સોના ચાંદીના દાગીના સહીત રોકડ રકમની ચોરી;. પીપાવાવ મરીન પોલીસ તેમજ LCB સહીત એજન્સીઓ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગી

અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટની ખાનગી કંપનીમાં નોકરી કરતા ભરત કુમાર પ્રવીણચંદ્ર પંડ્યાના બંધ ક્વાર્ટરમાં તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો

   . ઘરમાં ઘુસીને તિજોરી તોડી સોના ચાંદીના દાગીના સહીત રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂ.5,50,000ની પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. 

પીપાવાવ મરીન પોલીસ તેમજ LCB સહીત એજન્સીઓ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગી છે. જેમાં અલગ અલગ સીસીટીવી ફુટેજની ચકાસણીથી તપાસ શરુ કરવામાં આવી છે.

(6:52 PM IST)