<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

સાયલામાં ફરી વખત તસ્કરોએ આતંક મચાવ્યો: અલગ અલગ ત્રણ મકાનમાં ચોરી : 2 લાખથી વધુ રૂપિયા લઈને તસ્કરો ફરાર

સાયલા શહેરના પાનવાડી વિસ્તાર અને ગોરડીયા હનુમાન વિસ્તારના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા

 

સુરેન્દ્રનગરના સાયલામાં વધુ એક વખત તસ્કરોએ આતંક મચાવ્યો છે. સાયલામાં અલગ અલગ ત્રણ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રફુચક્કર થઈ ગયા છે. આ તસ્કરોએ બંધ મકાનમાં 2 લાખ રોકડની ચોરીને અંજામ આપ્યો છે. 

 સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરના પાનવાડી વિસ્તાર અને ગોરડીયા હનુમાન વિસ્તારના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે.

લગ્નમાં ગયેલો પરિવારના મકાનમાં કપાસની આવકના આવેલા 2 લાખથી વધુ રૂપિયા તસ્કરો લઈને ફરાર થઈ ગયા છે. ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોએ મકાન માલિકને જાણ કરી હતી. તસ્કરોએ તાળા તોડી તિજોરીનો માલ સામાન વેરવિખેર કર્યો હતો. 

જો કે, ચોરીને મામલે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસ ફરિયાદ બાદ મકાનમાં થયેલ ચોરીની સાચી વિગતો બહાર આવવાની  સંભાવના જોવા મળી રહી છે.

(6:54 PM IST)