<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

બોટાદથી ભુજ આવતા ડીવાયએસપી રોંગ સાઈડમાં આવતી સ્‍કોર્પિયો રોકવા ગયા અને મળ્‍યો ૨.૩૦ લાખનો દારૂ

કનૈયાબે પાસે ગભરાટમાં સ્‍કોર્પિયો પલ્‍ટી જતાં ચાલક નાસી છૂટયો

(વિનોદ ગાલા દ્વારા) તા. ૨૦ : (ભુજ) બોટાદથી કોર્ટની તારીખ પતાવી પરત ભુજ આવી રહેલા પヘમિ કચ્‍છ પોલીસના ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજા એ ભચાઉ ભુજ હાઇવે ઉપર રોંગ સાઈડમાં પુરપાટ આવતી સ્‍કોર્પિયો જીપ અટકાવવાનો પ્રયાસ કર્યો ત્‍યારે દારૂની હેરાફેરીનો કિસ્‍સો સામે આવ્‍યો હતો. કનૈયાબે ગામ પાસે રોંગ સાઈડમાં પુરઝડપે આવતી સફેદ સ્‍કોર્પિયો જીપ પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો પણ ચાલક પુરઝડપે ભગાડી ગયો હતો. એટલે ડીવાયએસપી આર.ડી. જાડેજાની પોલીસ જીપએ પીછો કરતા સ્‍કોર્પિયો પલ્‍ટી મારી રોડ નીચે ઉતરી ગઈ હતી. દરમ્‍યાન સ્‍કોર્પિયો જીપમાંથી ૩૩૮ બોટલ દારૂ કિંમત ૨ લાખ ૩૧ હજારનો મળી આવ્‍યો હતો. નંબર વગરની સ્‍કોર્પિયો જીપમાંથી જીજે ૧૬ એપી ૬૯૪૫ નંબર ની નંબર પ્‍લેટ મળી આવી હતી. પોલીસે વધુ  પાસ હાથ ધરી છે.

(10:09 AM IST)