<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

હનુમાનધારા ખાતેની કાર્યશાળામાં પ્રકૃતિપ્રેમીઓએ કર્યો ગહન અભ્‍યાસ

પક્ષી નીરીક્ષણ દરમિયાન ૯૨ પ્રકારના પક્ષીઓ નોંધાયા : ગીરના હરિયાલ પણ દેખાયા

રાજકોટઃ રવિવારની રજા પ્રકળતિપ્રેમી અને પક્ષી નિરીક્ષકો માટે વિશિષ્ટ બની.કાર્યશાળા આયોજિત આ કાર્યક્રમ શહેરના ભાગોળે આવેલ ન્‍યારી ૨ અને હનુમાનધારા જળાશયો પર યોજવામાં આવ્‍યો. જેમાં ૨૫ જેટલા પ્રકળતિપ્રેમીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનુ સંચાલન અનુભવી પક્ષીનીરીક્ષકો  અશોકભાઇ મશરૂ, જિગ્નેશ રાઠોડ અને પિયુષ શ્રીમંકર દ્વારા કરાયું. સમગ્ર આયોજન કાર્યશાળાના  ગૌરવ વાઢેર દ્વારા કરાયું. તેમના દ્વારા પક્ષીઓને ઓળખવાની પદ્ધત્તિ, વર્તણૂક તેમજ પક્ષીઓના રૂતુ પ્રવાસની માહિતી આપવામાં આવી.

કાર્યક્રમ દરમ્‍યાન કુલ ૯૨ જેટલા પક્ષીઓ નોંધાયા તે પૈકી વાબગલીઓ, વિવિધ કિચડિયા, કેટલીય વિદેશી બતકો , જલમુરઘાં, નીલકંઠી, પીળી ચાંચ ઢોંક , ફાટી ચાંચ ઢોંક, લાલ ટાપુસિયા, સર્પગ્રીવ. ગીરમાં  જોવા મળતા હરિયાલ ૧૫ ની સંખ્‍યા માં એક વળક્ષ પર આરામ કરતાં જોવા મળ્‍યા હતા.

સમગ્ર કાર્યક્રમ થી પ્રકળતિ પ્રેમીઓને ને કુદરતની નજીક જવાની અને પર્યાવરણ રક્ષણ ની વિશેષ પ્રેરણા મળી સંસ્‍થાના  ગૌરવ વાઢેર અને જયેશ શુકલ એ અનુરોધ કર્યો કે આ પ્રકારના કાર્યક્રમ માં લોકો યુવા પેઢી જોડાય અને પ્રકળતિ પ્રેમ જાળવી કુદરતને માણવા ગૌરવ વાઢેર (મો.૮૦૦૦૧૪૬૪૩૫), અશોકભાઈ મશરૂ (મો.૯૮૭૯૭૫૮૮૧૮) દ્વારા અંતમાં જણાવાયું  છે.

(10:12 AM IST)