News of Monday, 20th January 2025
અચાનક ઠાર ઠરી ગયોઃ પારો ઉપરઃ નલીયા ૧૦.પ ડીગ્રી
પવન શાંત પડયો-ધુમ્મસ છવાયુઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે જતા ઠંડી ગાયબ

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે અચાનક ઠંડી ઘટી ગઇ છે. અને ઠાર પણ ઠરી ગયો છે. આજે કચ્છના નલીયામાં ૧૦.પ ડીગ્રી, રાજકોટમાં ૧પ.ર ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જુનાગઢ સહિત સોરઠમાં આજે પણ સવારે ધુમ્મસ સાથે ઝાકળનો વરસાદ થયો હતો.
સવારે જૂનાગઢનો લઘુતમ તાપમાન વધીને ૧૪.૭ ડીગ્રી નોંધાયું હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૯ ટકાથઈ જતા સવારે ધુમ્મસની સાથે ઝાંકળ વરસાદ થઈ હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જ્યારે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિલોમીટરની રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન ઊંચકાતા ઠંડી માં ઘટાડો થયો છે.
આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન વધીને ૧૭.૪ ડિગ્રી રહેવા પામ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૬ કિ.મી પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહત્તમ તાપમાન ર૭.૬, ભેજનું પ્રમાણ ૮૯ ટકા, પવનની ગતિ પ.ર કિ. મી. રહી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
