<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

દેવભુમી દ્વારકા જીલ્લામાં ર તબક્કામાં ડીમોલેશન પુરૂ : સવાસો કરોડની જમીન ખુલ્લી

હવે ખંભાળીયાનો વારો ? દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડે અને પ્રાંત અધિકારી અમોલ આવટેની આગેવાનીમાં દબાણ હટાવ ઝુંબેશ કામગીરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૦: બેટ દ્વારકા તથા દ્વારકા તાલુકાના વિસ્‍તારોમાં ગત તા. ૧૧-૧-રપ થી શરૂ થયેલ મેગા ડિમોલેશનની કામગીરીમાં ગઇકાલે વિરામ અપાયો છે.

આ ઓપરેશનના આયોજનના મુખ્‍ય અધિકારી તથા દ્વારકા પ્રાંત અધિકારી શ્રી અમોલ આવટે તથા જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ સતત આઠ દિવસ મકર સંક્રાંતિ જેવા તહેવારોમાં પણ ચાલેલ આ ઓપરેશનમાં કુલ પરપ સ્‍થળો પર ડેમોલેશન થયું. જેમાં રહેણાંક મકાનો કોમર્શીયલ સ્‍થળો ધાર્મિક દબાણો સહીતનો સમાવેશ થાય છે. જેમાં ખાનગી જેટી પર પણ દબાણો હટાવાયા હતા. કુલ દ્વારકા-ઓખા બેટ વિસ્‍તારમાં ૧ર૭૯૧૭ ચો.મી. જગ્‍યા કે જે સરકારી ખરાબા, ગૌચર તથા સરકારી પડતર જમીનો પર દબાણો થયા હતા. જેને ખાલી કરીને આ જમીન ખાલી થઇ જેની બજાર કિંમત ૭૩.પપ કરોડની થવા જાય છે. સવાસો કરોડની જમીન ખુલ્લી થઇ છે.

તમામ દબાણકર્તાઓને નિયમ મુજબની મુદતની બે-બે નોટીસો અપાઇ હતી તે પછી ર૪ કલાકની આખરી નોટીસ અપાઇ હતી તે પછી પણ રૂબરૂ સ્‍થળ પર જઇને તેમની પાસે જગ્‍યા કાયદેસર હોવાના આધારો, રેકોર્ડ માંગેલ જેમાં ના આવે તેમના જ દબાણો હટાવાયા હતા.

દબાણ હટાવાયા પછી જે અસરગ્રસ્‍તો હોય તેમને ચાર-પાંચ દિવસ રહેવા-જમવાની વ્‍યવસ્‍થા સાથેના કેમ્‍પ પણ ખોલાયા હતા. જેથી ત્‍યાં સુધીમાં તેઓ અન્‍ય વિકલ્‍પો શોધી શકે. બેટ દ્વારકા મેગા ડિમોલેશન અને અત્‍યંત સંવેદનશીલ વિસ્‍તારોમાં ડિમોલેશન રાજય તથા દેશ કક્ષાએ પહોંચ્‍યું હતું. છેક દિલ્‍હી-મુંબઇથી રાષ્‍ટ્રીય ચેનલોના પત્રકારો બેટ દ્વારકા દોડી આવ્‍યા હતા તથા જીલ્લાના પોલીસ તંત્ર તથા વહીવટી તંત્રને રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સ઼ઘવી, કેન્‍દ્રીય મંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા સહીતના તથા ધર્મગુરૂઓ દ્વારા પણ અભિનંદન અપાયા હતા.

દ્વારકાના ધારાસભ્‍ય પબુભા માણેક દ્વારા પણ એક મુલાકાતમાં વિકાસના કાર્યમાં કોઇ ગેરકાયદેસર આડા આવે તે ચાલે જ નહિ તેમ કહીને કાયદેસરની પ્રક્રિયા પછી ગેરકાયદે દબાણો હટાવવા વિકાસ તથા દ્વારકા કોરીડોર માટે જરૂરી ઉપયોગી હોવાનું પણ જણાવ્‍યું હતું.

ર૦રરમાં બેટ દ્વારકામાં હર્ષદ નાવદરા તથા ર૦રપમાં ફરી દ્વારકા-બેટ દ્વારકા-ઓખા-સુરજકરાડી વિ.માં ડિમોલેશનનનો રાઉન્‍ડ થયો હોય હજુ દ્વારકામાં થવાનું છે. ત્‍યારે દ્વારકા પ્રાંતમાં કલ્‍યાણપુર-દ્વારકા બન્ને તાલુકામાં ડિમોલેશન થઇ ગયું હોય હવે ખંભાળીયા, ભાણવડ તાલુકા, ખંભાળીયા પ્રાંતમાં થાય તો નવાઇ નહિ

(11:00 AM IST)