<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ધોરાજીમાં ફરી પાછું ચાલ્‍યું બુલડોઝર

પીપરવાડી વિસ્‍તારમાં બે ધાર્મિક સ્‍થળો દૂર કરાયાઃ દબાણો ખૂલ્લા કરાવાયા

ધોરાજી તા.૨૦: ધોરાજી ખાતે શહેરી વિસ્‍તારમાં ગેરકાયદેસર ખડકાયેલા દબાણ દૂર કરવા માટે છેલ્લા કેટલાક સમયથી કામગીરી ચાલી રહી છે ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખાળા ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાના નેતળત્‍વ હેઠળ બંદોબસ્‍ત વચ્‍ચે ગતરોજ બુલડોઝર ચલાવવામાં આવ્‍યું હતું.

ધોરાજીના ત્રણ દરવાજાથી ચુનારાપા વિસ્‍તારમાં આઠ ઈસમોના દબાણની અંદાજિત ૭૫ લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પટેલ સાંસ્‍કળતિક ભુવન થી બ્‍લુ સ્‍ટાર સિનેમા વાળા રોડ તરફ ૬૫૦ ચોરસ વાર જમીન ૩૦ આસામીના કબ્‍જા હેઠળની અંદાજે એક કરોડ રૂપિયાની ખાલી કરાવાઈ હતી.

શહેરના પીપરવાડી વિસ્‍તારમાં અંદાજે ૧૦ જેટલા આસામીઓ દ્વારા ગેરકાયદેસર કરાયેલ દબાણ હટાવાયું હતું જેમાં બે ધાર્મિક સ્‍થળોને તોડી પાડવામાં આવ્‍યા હતા તેમજ ૧૦૦ ચોરસ વારના રસ્‍તાઓ પરના દોઢ કરોડના દબાણો હટાવવામાં આવ્‍યા હતા.

ધોરાજી શહેરમાં ગતરોજ ગેરકાયદેસર દબાણો પર કરવામાં આવેલા ડિમોલિશનમાં ૨૧૫૦ ચોરસ વાર જગ્‍યા ૩ કરોડ ૨૨ લાખથી વધુ રકમની જમીન દબાણ મુક્‍ત કરવામાં આવી હતી.

ડિમોલિશન પ્રક્રિયામાં પ્રાંત અધિકારી નાગાર્જુન તરખાલા ચીફ ઓફિસર જયમલ્લ મોઢવાડિયા, હેડ ક્‍લાર્ક ભાવેશભાઈ ભટ્ટ, નગર નિયોજક સંજયભાઈ બગડા મ્‍યુનિસિપલ ઇજનેર નિલેશભાઈ ભેડા તેમજ નગરપાલિકા સ્‍ટાફ અને ધોરાજી સીટી પોલીસના બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ રીતે દબાણો દૂર કરવામાં આવ્‍યા હતા. (તસવીરઃ કિશોર રાઠોડ)

(2:15 PM IST)