<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

માળીયા મિંયાણાના મોટા દહીંસરા ગામે ઓરડીમાં સુતેલા બે યુવાનોનું ગુંગળામણથી મોત

રાત્રે જમીને સુતેલા કુલદીપકુમાર (ઉ.વ.ર૧) અને ગોપાલકુમાર મહંતોની સવારે લાશ મળી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ર૦: માળિયા મિંયાણાના મોટા દહીસરા ગામે રેલ્‍વે ફાટક પાસે ઓરડીમાં ગુંગળામણના કારણે બે યુવાનોના મળત્‍યુ નીપજ્‍યા હોવાની માહિતી મળી છે જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

માળિયાના મોટા દહીસરા ગામે રેલ્‍વે ફાટક પાસે રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા કુલદીપકુમાર ચુરામણ મહંતો (ઉ.૨૧) અને ગોપાલકુમાર ગીરધારી મહતો (ઉ.૨૦) રાત્રીના જમીન પર પોતાની ઓરડીમાં સુઈ ગયેલ હોય અને ગત તા. ૧૮ ના રોજ વહેલી સવારના સમયે થતા ઉઠેલ ના હોય જેથી તેના સાથે કામ કરતા કર્મચારીઓ બંનેને બેભાન અવસ્‍થામાં સારવાર માટે લઇ જવામાં આવતા સરકારી હોસ્‍પિટલ મોરબીના ફરજ પરના ડોકટરે બંનેને મળત જાહેર કર્યા હતા અને બંનેનું ગુંગળામણના કારણે મળત્‍યુ નીપજ્‍યું હોવાની પ્રાથમિક માહિતી આપી હતી તો જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(2:15 PM IST)