<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ઉનાનાં સોસાયટી વિસ્‍તારમાં સિંહના આંટા ફેરા : પાંજરા મુકવા માંગણી

 

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૦: સોસાયટી વિસ્‍તારમાં લોકોની નજરમાં અનેક વખત સિંહ જોવામાં આવતા ફફડાટ વ્‍યાપી ગયો છેે. આંટાફેરા કરતા સિંહ પકડવા વન વિભાગ પાંજરા મુકે તેવી માંગણી ઉઠી છે.

બે દિવસ પહેલા ખાનગી શાળા ગાયત્રી વિદ્યાલય મા એક સિંહ એ દરવાજા મા પ્રવેશ કરી એક વાછરડી નું મારણ કર્યું હતું. આ સિંહ ગઈકાલે રાત્રિ ના પંચવટી સોસાયટી અને શ્રી કળષ્‍ણ નગર વિસ્‍તાર માં રાત્રે જોવા મળેલ હતો જે રાહદારી એ કેમેરા મા ક્‍લિક કરી લીધો હતો. તો આ સિહ ને વન વિભાગ દવારા પાંજરે પુરી જંગલ માં છોડી મૂકવો જોઈએ તેવી માંગણી કરી સોસાયટી ના લોકો ભય દૂર કરવા માંગણી કરી રહ્યા છે.

આ સિહ  સવારે મચ્‍છુન્‍દ્રિ નદી ના કાઠે આવેલ જૈન સમાજ ના શાહ બાગ માં આંબાવાડી મા આંબા ના ઝાડ નીચે સિહ આરામ ફરમાવતા હોય એક ખેડૂત ની નજર પડી ગયો હતો.

(12:14 PM IST)