<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ધ્રોલમાં કોન્‍ટ્રાકટરના સ્‍ટોરરૂમમાંથી પોણો લાખનાં ૫૦૦ કિલો એલ્‍યુમિનિયમના વિજ તારની ચોરી

 

ધ્રોલમાં કોન્‍ટ્રાક્‍ટરના સ્‍ટોર માથી એલ્‍યુમિનિયમ નો વિજ તાર ૫૦૦ કિલ્લો જેની કિમત ૭૫ હજાર ની અજાણ્‍યા ચોરી કરી ગયા ની ધ્રોલ પોલીસ મા ફરીયાદ થઇ છે.

ધ્રોલ ના જામનગર રાજકોટ હાઈવે પર આવેલ હાલાર હોટલ ની પાછળ ના ભાગે કોન્‍ટ્રાક્‍ટર ના ખુલ્લા સ્‍ટોર મા એક સપ્તાહ પહેલા તા-૧૨ તારીખ ના વહેલી સવારે એ અજાણ્‍યા ચોર ચોરી કરી ગયા  કોન્‍ટ્રાક્‍ટર ભાડે રાખેલ ખુલ્લા સ્‍ટોર માથી આશરે ૫૦૦ કિલ્લો એલ્‍યુમિનિયમ નો વિજ તાર કુલ કિમત ૭૫,૦૦૦ હજાર ની ચોરી થયા ની ધ્રોલ પોલીસ મા કોન્‍ટ્રાક્‍ટર રાજુભાઈ મારખીયાના એ ફરીયાદ નોંધાવી ધ્રોલ પોલીસ કે.ડી કામરીયા એ વધુ તપાસ હાથ ધરેલ છે.

(12:26 PM IST)