News of Monday, 20th January 2025
ગિરનારની યાત્રાએ આવેલા મહારાષ્ટ્રના યુવાનનું હાર્ટ એટેકથી મત્યુ
અંબાજી મંદિરે દર્શન કરી લીધા બાદ છાતીમાં દુખાવો ઉપાડતા જીવલેણ બન્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૦ જૂનાગઢમાં ગિરનારની યાત્રાએ આવેલા મહારાષ્ટ્રના યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં ગમગીની પ્રસરી ગઈ હતી.
મહારાષ્ટ્રના પુણેમાં ૪૨ વર્ષીય રહેતા સંદીપભાઈ રમેશભાઈ દુબે પત્ની જ્યોતિબેન સાથે રવિવારે સવારે ગિરનારની યાત્રાએ આવ્યા હતા.
ગિરનાર પર્વતની ટોચે બિરાજતા માં અંબાના દર્શને આવેલા સંદીપભાઈને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક તેઓને રોપવે મારફત નીચે લાવવામાં આવ્યા હતા અને બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે સંદીપભાઈ દુબેને મળત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
યુવકના મોત અંગે ભવનાથ પોલીસે મળતકના પત્ની જ્યોતિબેન દુબેનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
