<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

સોશ્‍યલ મીડિયા ફ્રેન્‍ડશીપ દરમ્‍યાન વારંવાર શરીર સબંધ બાંધી યુવતીના મંગેતરને અંગત ફોટા મોકલનાર ગાંધીધામના શખ્‍સ સામે દુષ્‍કર્મની ફરિયાદ

સગીરવયથી પુખ્‍ત વય દરમ્‍યાન ત્રણ વર્ષ છરીની અણીએ દુષ્‍કર્મ ગુજારી મારી નાખવાની ધમકી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦: આજે સગીર અને યુવા વયે થતી વિજાતીય મૈત્રી દરમ્‍યાન થઈ રહેલ દુષ્‍કર્મ અને જાતીય શોષણની ફરિયાદો સમાજ માટે લાલબત્તી સમાન છે.

કચ્‍છના ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં સોશ્‍યલ મીડિયા ફ્રેન્‍ડશીપ બાદ સગીરથી યુવા વય સુધી ત્રણ વર્ષમાં ધાકધમકી સાથે શારીરિક સબંધ બાંધવા અને પોતાના અંગત ફોટાઓ મંગેતરને મોકલવા બાબતે મૂળ બનાસકાંઠા ગૌતરકા (રાધનપુર, પાટણ) ગામના હિતેશપુરી મોતીપુરી ગોસ્‍વામી સામે ફરિયાદ કરાઇ છે. સામાજિક આગેવાનોની હાજરીમાં પોતાના સગપણ ટકી રહે એટલે સમાધાનના પ્રયાસો ચાલતા ફરિયાદી યુવતીએ પોલીસ ફરિયાદ મોડી કરી છે. આરોપી યુવાને યુવતી ઉપર છરીની અણીએ દુષ્‍કર્મ ગુજારવાનો ઉપરાંત પોતાના મંગેતરને અંગત ફોટા મોકલી હેરાન પરેશાન કરવાનો અને ફોટા વાયરલ કરી તેણીને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ કરી છે

(2:15 PM IST)