News of Monday, 20th January 2025
ગોંડલમાં સરકારી ખીમોરી તળાવ પાસેની કરોડો રૂપિયાની સરકારી જમીન ભૂ માફિયાઓને પધરાવાઈ
સરકારી જમીન પર બાંધકામ શરૂ થતાં કલેક્ટરને ફરિયાદ : મોટાં જમીન કૌભાંડની તપાસ કરવા માંગ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૦ : ગોંડલ માં ખીમોરી તળાવ પાસે આવેલી કરોડોની કિંમતની જમીનમાં મહેસુલ વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓ તથા ભુ માફીયાઓની મીલીભગત થી કૌભાંડ આચરી સબ ભુમી ગોપાલકી શ્ન થયાની સનસનીખેજ રજુઆત ગોંડલ નાં જાગળત નાગરિક પિયુષ રાદડીયા દ્વારા જીલ્લા કલેકટરને કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ગુંદાળારોડ પર આવેલા બાલાજી કોમ્પ્લેક્ષ સહિત ની જમીન માં પણ આવુ કૌભાંડ આચરાયાનું રજુઆત માં જણાવાયું છે.
પિયુષ રાદડીયા એ કલેકટર ને કરેલી ફરિયાદ માં જણાવાયું કે વર્ષો પહેલા ગોંડલ શહેરના વિભાગ ન.૬ ના રે.સ.ન.૪૪૭ પૈકિ ર તથા ૪૪૭ પૈકી ૩ તથા ૪૪૭ પૈકી ૪ ની ખીમુસરી તળાવ પાસે સરકારી જમીન દેવીપૂજક સમાજના પોપટ રાયમલ દેવીપુજક તથા ગોપાલ પોપટ તથા રવજી પોપટને માત્ર શાકભાજી વાળા માટે નવી અને અવિભાજ્ય શરતથી આપવામાં આવી હતી. વર્ષો બાદ તળાવના કાંઠે આવેલી આ જમીન કીમતી થઈ ગઈ હતી. આ કીમતી જમીન પર જમીન માફીયાઓનો ડોળો પડ્યો હતો. મહેસુલ વિભાગના ભ્રષ્ટ્રાચારી તંત્ર દ્વારા બિલ્ડર લોબીઓને ફાયદા માટે રોજકામ કરવામાં આવ્યું હતું. આ જમીનમાં શ્રી સરકાર દાખલ થયેલ હતી. જેમાં જિલ્લા કલેકટર દ્વારા રહેમરાહે ફરી પછી જમીન ખેતી કરી રોજગારી માટે આપેલ હતી. પરંતુ લાભાર્થી પરિવારોએ જમીન રોજગારી અને કુટુંબનું પાલન પોષણ કરવાને બદલે વેંચી દીધી હતી.
ફરિયાદમાં વધુ જણાવાયું કે આ જમીન મૂળ ખાતેદારના કુટુંબના ભરણ પોષણ માટે ફરી રી ગ્રાન્ટ કરેલ હતી. જેની શરતભંગ કરીને લાભાર્થી પરિવારે વેચી નાખી છે. આ સરકારની અત્યંત કિંમતી જમીન પર ભૂ-મફિયાઓના બદઈરાદો પાર પડે તે પહેલા ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં બિન ખેતી હુકમ રદ કરવાની માંગણી કરી છે. જામીન ખીમુસરી તળાવની નજીકની હોવા છતા કૌભાંડીઓએ જમીનનું પ્રીમીયમ ભર્યું હતું. જમીન મૂળ ખીમુસરી તળાવની હોવા છતાં રાજકોટ D.LI.R.કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા માપી આપી હુકમ કરેલ છે. તેની અત્યંત જીણવટ ભરી તપાસ કરવા અરજી કરી છે.
આ સરકારની ખરાબાની અત્યંત કીમતી જમીન પર કેવી રીતે માપણી કરી તે પણ તપાસનો વિષય છે. આ જમીન પર થતું બાંધકામ તાત્કાલિક બંધ કરાવા અરજ કરાઈ છે. જમીનમાં તાત્કાલિક શ્રી સરકાર દાખલ કરી તાત્કાલિક બાંધકામ બંધ કરાવવા અપીલ કરાઈ છે.
આવું બીજુ કૌભાડ ગોંડલ ના ભાગ ૪ ગુંદાળારોડ પર મૂળ ગુંદાળા ગામના અને હાલ વિદેશ સ્થાઈ થયેલા કોઈ એન. આઈ. આર. ની જમીનમાં કરાયું છે. જે જમીનમાં કોઈ પૈકી ભાગ પડ્યો ન હોવા છતાં ખીમોરી તળાવના કાંઠે માલધારીઓના તબેલા ખાલી કરાવી અને હાલ ત્યાં આવી કોઈ પણ જમીન ન હોવા છતાં માપણી માટે તજવીજ ચાલુ છે. જે ગુંદાળા ગામના ઈંટ ભઠ્ઠા વાળાઓના ભઠ્ઠાને ખાલી કરાવી હોવાનું લોક ચર્ચામાં છે તેની પણ તપાસ કરવા અરજ છે.વધુ માં પીયુશ રાદડીયા એ જણાવ્યું કે ભુમાફીયાઓ દ્વારા બાલાજી મોલ,તીરુમાલા નામનું મોટુ કોમ્પ્લેક્ષ ઉભુ કરી દેવાયુછે.બાલાજી મોલમાં સિનેમા પણ ઉભુ કરી દેવાયુછે.અને સિનેમા નજીક બાલાજી પાર્ક નામની સોસાયટી પણ ખડકી દેવાઇ છે.
કલેકટર માં કરાયેલ ફરિયાદ નાં પગલે ચકચાર જાગીછે.જો તપાસ થાય તો અધિકારીઓ તથા કેટલાક મોટામાથાઓ સુધી તપાસ નો રેલો પંહોચે તેવી શકયતાઓ છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
