<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

સુરેન્‍દ્રનગરમાં કેમેરા કામ કરી ગયાઃ ૨૦ તોલા દાગીના ભરી થેલો પોલીસે મહિલાને સોંપ્‍યો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: સુરેન્‍દ્રનગર કરમણપરા વિસ્‍તારમાં રહેતા જહાનવીબેન ગૌતમભાઇ ગમારા પોતાના બહેનના પ્રસંગમાં કુંભારપરામાં જવા માટે ટીબી હોસ્‍પિટલ પાસે આવેલી રામકુટીર રોડથી એક રિક્ષામાં બેસી નિકળ્‍યા હતા. તેમજ તેઓની પાસે રહેલા થેલામાં ૨૦ તોલા સોનાના દાગીના હતા. દરમિયાન કુંભારપરા ખાતે આવી જહાનવીબેન રિક્ષામાં ઉતરેલા અને પોતાનો ૨૦ તોલા સોનાના દાગીના ભરેલ થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા. આથી જહાનવીબેન તાત્‍કાલિક સુરેન્‍દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન આ બનાવની હકીકત જણાવી હતી. ત્‍યારે પ્રો.નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે, પીઆઈ એમ.એચ. પઠાણે પોલીસ સ્‍ટાફને બોલાવી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં એક ટીમને કમાન્‍ડ કન્‍ટ્રોલ રૂમ (નેત્રમ) સુરેન્‍દ્રનગર ખાતે સીસીટીવી ફૂટેજ જોવા મોકલી આપી હતી. તેમજ બીજી ટીમને પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગ રાખી બનાવ જગ્‍યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોઇ અજાણ્‍યા રિક્ષાના નંબરની ઓળખ થાય તેવા પ્રયત્‍નો કરવામાં મોકલી આપ્‍યા હતા. દરમિયાન કમાન્‍ડ કન્‍ટ્રોલ રૂમ (નેત્રમ) દ્રારા આ બહેન જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષા નંબર ધ્‍યાને આવ્‍યો હતો. આથી રિક્ષાચાલકને શોધી કાઢી સોનાના દાગીના ભરેલો થેલો રિક્ષાની પાછળની શીટમાં ભૂલી ગયેલા હતા તે શોધી કાઢયો હતો. આ ૨૦ તોલા સોનાના દાગીના ભરેલો થેલો મૂળ માલિક જહાનવીબેન ગૌતમભાઇને સુરેન્‍દ્રનગર સિટી બી ડિવિઝને બોલાવી તેમને પરત સોંપી માનવતાની એક મિશાલ કાયમ કરી પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર હોવાનો ઉતમ ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.  આ કામગીરીમાં પ્રો.નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે. પીઆઈ એમ.એચ.પઠાણ, પીએસઆઈ એ.આર. ડાંગર, ઝેડ.એલ. ઓડેદરા, એન.ડી. ચુડાસમા, દિલીપભાઇ, અજીતસિંહ વગેરે પોલીસ ટીમ દ્વારા બહેનના દાગીના પરત અપાવેલા હતા.

(12:41 PM IST)