News of Monday, 20th January 2025
ચોટીલાના માર્ગો ૧૦૦ ઘોડાના ડાબલાના અવાજથી ગૂંજી ઉઠ્યા

વઢવાણ : ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદબાપુ ઘુસાબાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળીયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરી બા સાથે નક્કી થયા હતા. મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નકકી થયું. જે બાદ ૧૦૦ જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા. ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની. રોડ પર એકસાથે ૧૦૦ જેટલા અશ્વો પર પસાર થતાં જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા. રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીરભાઇ ખાચર પર જાનૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા. ે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
