News of Monday, 20th January 2025
સાવરકુંડલા : વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ૭ પક્ષીઓનું રેસ્કયુ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૦: વળંદાવન ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કરુણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન ડિપાર્ટમેન્ટના સહયોગથી ૭ પક્ષીઓનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું છે. આર એફ ઓ જેએસ ખાખસ મેડમ, પશુપાલન વિભાગના ડી એચ ઓ કુનડીયા, ફોરેસ્ટર ટીમ રેસ્કયુ સ્ટોલ મુલાકાત લીધી હતી. વળંદાવન ગૌ સેવા ટ્રસ્ટ કરુણા અભિયાનના સંયોજક તેજસ નિમાવત, ડો. પીયુસભાઇ અને આદિત્યભાઈ, હિરેનભાઈ આશિષભાઈ, હાર્દિકભાઈ, યોગેશભાઈ, મૌલિકભાઈ, ડેનિશભાઈ મહત્વની ભૂમિકા ભજવી હતી. સફળ બનાવવામાં આપણું અમરેલી પેજ, રુદ્રાક્ષ બ્લોગશ, ઘનશ્યામભાઈ ગેડિયા, રણવીર ભાઈ સોશિયલ મીડિયા દ્વારા તથા ફોરેસ્ટ વિભાગ, પશુપાલન વિભાગ અને મીડિયા ટીમનો સહયોગ મહત્વનો રહ્યો હતો.
સફળતા તમામ સહયોગીઓ દાતા સદસ્યોનો પ્રશાંતભાઈ ચુડાસમા પ્રમુખ વળંદાવન ગૌ સેવા ટ્રસ્ટે આભાર વ્યક્ત કર્યો છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
