<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

જામનગરના ખીજડીયા પક્ષી અભ્‍યારણ્‍યમાં દિપડાને ઝડપી લેવા કવાયતઃ પાર્ટ-વન બંધ કરાયો

વન્‍ય પ્રાણીની અવરજવર જોવા મળતા વન વિભાગ સતર્ક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૦ : જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્‍યમાં પાર્ટ-૧માં દિપડા ની અવરજવર દેખાતા દોડધામ મચી છે.

મરીન નેશનલ પાર્ક, જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્‍યના પાર્ટ-૦૧ માં દિપડાની અવર-જવર દેખાતા વન વિભાગ સતર્ક બન્‍યું છે. 

દિપડાની દેખાથી ખિજડીયા પક્ષી અભયારણ્‍યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકળતિ પ્રેમીઓ માટે મરીન નેશનલ પાર્ક બંધ કરાયું હિંસક પ્રાણીઓના રેસ્‍કયુની કામગીરી માટે ખિજડીયા પક્ષી અભયારણ્‍યનો પાર્ટ - ૧ વહીવટી કારણોસર બંધ રાખવા નિર્ણય લેવાયો છે

વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું રેસ્‍કયુ કરવા માટે કવાયત હાથ ધરાઈ

ખીજડીયા પક્ષી અભ્‍યારણ વિસ્‍તારમાં પાંજરૂ મુકાયું છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:10 PM IST)