<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

શિક્ષા, સ્‍વાસ્‍થ્‍ય અને સંસ્‍કારની શ્રેષ્‍ઠ પરંપરા ચાલતી રહે તે જ રાષ્‍ટ્ર ઉન્નતિ સાધે છે : આચાર્ય દેવવ્રતજી

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે અમરેલીમાં ૧૦૦ બેડની મલ્‍ટીસ્‍પેશિયાલિટી ધર્મજીવન હોસ્‍પિટલનો શુભારંભ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન, રાજકોટ દ્વારા અમરેલીના જેસીંગપરામાં નિર્મિત ૧૦૦ બેડની ધર્મજીવન મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલનો શુભારંભ રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કરાવ્‍યો હતો.

રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્‍ય શિક્ષણ મંત્રી  પ્રફુલભાઈ પાનશેરીયા, રાજકોટ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, નાયબ મુખ્‍ય દંડક અને ધારાસભ્‍ય  કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્‍ય શ્રી જનકભાઇ તળાવિયા સહિતના મહાનુભાવો અને સંતશ્રીઓએ નવનિર્મિત ધર્મજીવન હોસ્‍પિટલમાં આરોગ્‍યલક્ષી અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું હતું કે, માનવ જીવન માટે સૌથી જરુરી અને મહત્‍વપૂર્ણ ઉત્તમ શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને સંસ્‍કાર છે. સમાજ અને રાષ્‍ટ્ર કલ્‍યાણ માટે જરુરી એવા પરિમાણો રાજકોટ સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાનના માધ્‍યમથી નાગરિકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષા, સ્‍વાસ્‍થ્‍ય અને સંસ્‍કારની શ્રેષ્ઠ પરંપરા ચાલતી રહે તે રાષ્‍ટ્ર ઉન્નતિ સાધે છે.

આ પ્રસંગે કેન્‍દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ, સમાજ જીવન અને વ્‍યવસ્‍થાપનના ઁભારતીય મોડલઁ વિશે સવિસ્‍તર ઉદ્ધોધન કર્યું હતું.  તેમણે જણાવ્‍યું કે, ઁગુરુકુળો એ ભારતીય સંસ્‍કળતિનું પ્રતિક છે. આ સંસ્‍થાનો દ્વારા સમાજની પ્રગતિ અને આરોગ્‍યલક્ષી સેવાના કાર્યો થઈ રહ્યા છે. ભારતમાં આરોગ્‍ય એ સેવાનો વિષય છે.

આ પ્રસંગે સંત શ્રી કળષ્‍ણચરણદાસજી સ્‍વામી, સંત શ્રી ધર્મવલ્લભ સ્‍વામી અને સંત શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામીએ પ્રાસંગિક ઉદ્વબોધન કર્યું હતું. ગઈકાલે ગઈકાલે તા.૧૮ જાન્‍યુઆરી, ૨૦૨૫ના રોજ રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો જન્‍મદિવસ હતો, તેમના જન્‍મદિન નિમિત્તે સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોએ રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ખાસ ખેસ અને સ્‍મળતિચિન્‍હ અર્પણ કરી તેમનું સન્‍માન કર્યું હતું.

ધર્મજીવન હોસ્‍પિટલના સફળ સંચાલન અને દર્દીઓ સહિત માનવ કલ્‍યાણ માટે સમૂહ પ્રાર્થના પણ આ પ્રસંગે કરવામાં આવી હતી.  આ પ્રસંગે શ્રી રાકેશભાઈ દુધાતે શાબ્‍દિક સ્‍વાગત અને પ્રેસ કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના સચિવ શ્રી ધીરજ કાકડિયાએ આભાર વિધિ કરી હતી.

અમરેલી ખાતે ધર્મજીવન હોસ્‍પિટલના નિર્માણ માટે આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું સંતશ્રીઓના હસ્‍તે સન્‍માન પણ આ પ્રસંગે કરવામાં આવ્‍યું હતું.

અમરેલી સ્‍થિત નવનિર્મિત ધર્મજીવન હોસ્‍પિટલના ઉદ્ધાટન - લોકાર્પણ પ્રસંગે રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન સંત શ્રી દેવપ્રસાદજી સ્‍વામી, સુરત ગુરુકુળ સંસ્‍થાના સંત શ્રી ધર્મવલ્લભ સ્‍વામી, અન્‍ય સંતગણ, નાયબ મુખ્‍ય દંડક અને અમરેલીના ધારાસભ્‍ય કૌશિકભાઈ વેકરિયા, લાઠી-બાબરા ધારાસભ્‍ય શ્રી જનકભાઈ તળાવિયા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્‍ય  વિરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્‍ય  પરેશભાઈ ધાનાણી,  જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લાના   પદાધિકારીઓ, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી  પરિમલ પંડયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અગ્રણીશ્રીઓ, અધિકારીઓ, સમાજશ્રેષ્ઠીઓ, દાતાઓ, બહોળી સંખ્‍યામાં હરિભક્‍તો અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા

(2:11 PM IST)