<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

જસદણમાં બેંકના કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેક આવતા મોત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૦ : રાજકોટ નાગરિક સહકારી બેંકની જસદણ શાખામાં ફરજ બજાવતા મુળ જસદણના અને હાલ રાજકોટ રહેતા  પંકજભાઈ વસાણીને હૃદય રોઞનો હુમલો આવતા તેમને ૧૦૮ ની મદદથી જસદણ સિવિલ હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યા હતા

પરંતુ સારવાર મલે એ પહેલા તેમનુ પ્રાણ પંખેરૂ  ઉડી ગયુ હતુ.અત્‍યંત સરળ સ્‍વભાવના અને હંમેશા સંસ્‍થાને વફાદાર રહેતા પંકજભાઈના અકાળે નિઘનથી પરિવારમાં અને બેંકના કર્મચારીઓમાં શોક છવાઈ ઞયો છે.

(5:04 PM IST)